વાંસદા તાલુકાના ખરજઇ ગામ ખાતે શ્રી સાંઈ મંદિરમાં આજરોજ માનનીય જિલ્લા આયુર્વેદ અધિકારી નવસારીનાં માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા ગામીત સમાજ અને સરકારી હોમિયોપેથીક દવાખાનું વાંસદા સહયોગથી હોમિયોપેથીક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું જેમાં ખરજઈ અને આજુબાજુ ગામના આદિવાસી લોકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આ કેમ્પમા નવસારી જિલ્લા ગામીત સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ગામીતે ડોક્ટરોને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના લોકો સ્વસ્થ રહે એની જવાબદારી અમારા જેવા આગેવાનોની છે.
જો લોકો તંદુરસ્ત હશે તો જ કોઈ પણ કામ સારી રીતે કરી શકશે અને હાલ તો વાતાવરણમાં શરદી ખાંસી દર્દીઓ વધારે જોવા મળે છે ત્યારે ગરીબ આદિવાસી પરીવાર માટે આવા કેમ્પોથી ખુબ જ લાભ થાય છે. કેમ્પમાં આવેલ આ દર્દીઓને વ્યક્તિગત સ્વચ્છતા વિશે માહિતીગાર કર્યા. ડો.રોહિત દ્વારા હોમિયોપેથીક દવાઓ વિશે માહિતી આપી તેમજ હોમિયોપેથીક રોગ પ્રતિકારક શક્તિવર્ધક આર્સેનિક આલ્બમ ૩ નું વિતરણ કરાયું. આ કેમ્પમાં ખરજઈ થતા અજબાજુના 101 લાભાર્થીઓએ ભાગ લીધો હતો અને મફતમાં દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ અશ્વિનભાઈ ગામીત, મંત્રી રામજીભાઈ ગામીત, રતિલાલભાઈ ગામીત, જસ્ટિનભાઈ ગામીત અને ગામના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application